ઉતરસંડા ગામ આજે આધુનિક સુવિધાઓથી સજ્જ થઈને ગુજરાતના 16 જિલ્લાઓના 35 સ્માર્ટ વિલેજો પૈકી એક બન્યું છે.
Embracing What Matters
દરેક મૂળભૂત જરૂરીયાતનું સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે ગ્રામજનો ની જીવનશૈલીમાં પણ સુધારો
રોડ, રસ્તા, પાણી, ગટર યોજના, તળાવ અને સ્વચ્છતા સહિતની મુળભૂત સુવિધાઓના તમામ માપદંડો પર નક્કર સિદ્વિ
શિક્ષણ, આરોગ્ય, કન્યા કેળવણી પર વિશેષ કામગીરી
ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રાશનની કીટ કુપોષિત બાળકો માટે એક વિશેષ આરોગ્ય લક્ષી પ્લાન
સીસીટીવી કેમેરાથી ગામની તમામ હલનચલનને મોનિટર કરવામાં આવે છે
હું ઇશિત પટેલ (સરપંચ–ઉત્તરસંડા) ગામ નો વિકાસ કરવા માટે મને જે તક આપવામાં આવી છે તે બદલ સર્વે ગ્રામજનો નો આભાર માનુ છુ.
ઉત્તરસંડા ગામ સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક, ઔદ્યોગિક અને રમત ગમત પ્રવૃતિ કરી સદાય ધમધમતું રહે છે પણ તમામ ક્ષેત્રે ગામને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવાનું સપનું છે સાથે સાથે અલગ અલગ ધર્મ, જાતિઓ ના લોકો સાથે રાખી ભેદભાવ કર્યા વગર ગામના વિકાસને નવી દિશા આપવા માંગુ છુ.
સનરાઇઝ ઉત્તરસંડા ફોઉન્ડેશન ની સ્થાપના કરવાનો ઉદ્દેશ ગામ ના વતની તથા વિદેશમાં રહેતા ગામ ના વતનીઓ માં વતન માટે પ્રેમ અને નિષ્ઠા ની ભાવના જગાડી ફંડ એકત્રિત કરી ગામ ના વિકાસ કર્યો ને ગતિમાન કરવાનો છે.
આમ આગામી પાંચ વર્ષમાં લોકભાગીદારી ધ્વારા મળેલ ફંડ અને રાજ્ય સરકાર ધ્વારા મળેલ ગ્રાંટો થી ઉત્તરસંડા ગામના વિકાસને નવો વેગ આપવા માંગુ છુ.
સનરાઈઝ ઉત્તરસંડાના ડિજિટલ એકાઉન્ટ મારફતે પોતાનો ફાળો નોંધાવી ગામના વિકાસ ના સહભાગી બનો તેવી નમ્ર અપીલ.
ઈશીત જગદીશભાઈ પટેલ
(સરપંચશ્રી ઉત્તરસંડા ગ્રામપંચાયત)
© 2023 All rights reserved by Sunrise Foundation Uttarsanda